જય સધી માં

જય સધી માં

H.R.PATEL

હર્ષ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. @ જય અંબે @

HARSH

મને મારા ગામ પર ગર્વ છે અને હું મારા માતા-પિતા અને ગામ નો ઋણી છું.

એક વાર કહી તો જુઓ કે આઈ એમ સોરી…

દુનિયામાં બે કામ સૌથી અઘરાં છે. માફી માગવી અને માફી આપવી. પોતાના ઈગોને માણસ કેટલો ઓગાળી શકે છે તેના ઉપર સંબંધોનો આધાર રહે છે. ઘણી વખત આપણે અભિમાનને સ્વાભિમાન ગણી લેતા હોઈએ છીએ
જિંદગીમાં એટલું ‘ભારે ‘ કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે. આપણે બસ થોડુંક જતું કરવાનું હોય છે. તમને પ્રેમ કરવાવાળા તમારાથી ડરવા ન જોઈએ. તમે તમારી વ્યક્તિની ભૂલ કેટલી માફ કરી શકો છો તેના પરથી જ નક્કી થતું હોય છે કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. તમે ઇચ્છતા હોવ કે તમારી વ્યક્તિ કંઈ જ છાનુંછપનું કે ખાનગી ન કરે તો એ તમારી સામે એ કરી શકે અને તમને ખુલ્લા દિલે એ કહી શકે એટલી હળવાશ આપો. કોઈને પોતાની વ્યક્તિનું દિલ દુભાવવું હોતું નથી. કોઈને દૂર જવું હોતું નથી. અસ્વીકાર જ અભાવ સર્જતો હોય છે. મહાન માણસ જ માફી માગી કે માફી આપી શકે છે. કાયરોનું એ કામ નથી. એક વાર કહી તો જુઓ કે આઈ એમ સોરી.

દુ:ખી થવાના ૧૦ રસ્તા…


૧. મોડે થી સુવાનું , મોડે થી ઉઠવાનું .
૨. લેણ-દેણ નો હિસાબ નહી રાખવાનો.
૩. કોઈના માટે કંઈપણ ના કરવું.
૪. પોતાની વાત ને જ સાચી બતાવવી.
૫.કોઈનો પણ વિશ્વાસ ના કરવો.
૬.કારણ વગર જુઠું બોલવું.
૭.કોઇપણ કામ સમયસર ના કરવું.
૮.વિના માંગે સલાહ આપવી.
૯.જે સુખ જતું રર્હું છે તેને વારંવાર યાદ કરવું.
૧૦.હંમેશા પોતાના માટે જ વિચારવું.
મગજ શાંત હશે,દિલમાં દયાભાવ,બોલી નરમ હશે,આંખોમાં શરમ હશે તો દુનિયા તમારી જ છે.

વિશ્વાસ

વિશ્વાસ ની કોઈ જાત નથી. વિશ્વાસ ની કોઈ આંખ નથી છતાં પણ આપણે મુકતા પહેલા વિશ્વાસ જોઈએ છે એની આંખ, પૂછીએ છે એની જાત, અને પછી કહીએ છીએ મને છે તારા પર વિશ્વાસ.

આંસુ….

આંસુ ત્યારે નથી આવતા જયારે આપણે કોઈક ને ભૂલી જઈએ છે,
એ આંસુ તો ત્યારે આવે છે જયારે કોઈક ને ભૂલી નથી સકતા…..

સફળતા…

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો.
આવડે છે તો આવડશે જ
ડગ માંડતા જાવ, સફળતા મળતી જશે.
તમારામાં વિશ્વાસ કરો.
આવડતને પરિપક્વ બનાવો…
  airS mi[t n& ai[(Sk& C.[
Xin l[viY) vFt& nY) aipvi Y) vF[ C[.

માછલીઘરમાં ક્લિક કરો અને ખોરાક નાખો



 PATEL HARSHKUMAR R.
 To- Ubkhal ,Ta- Vijapur ,
 Di- Mahesana, Post- Kukarawada
 Email : harsh2ambe@gmail.com
 Website: HARSH R.PATEL










ઉબખલ અન્ય વેબસાઈટ 
મયંક પટેલ
તમારા કોમ્પ્યુટરનું સ્પીકર ચાલુ કરો અને આનંદ માણો